લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમા આગામી એક મહિનામાં 44 ઓક્સિજન પ્લાંટસ લાગશે

દિલ્હીમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની કમીએ મુશ્કેલી વધારી દીધી છે.ત્યારે કેજરીવાલ સરકારે દિલ્હીમાં ઓક્સિજનની કમીને દૂર કરવા માટેનો મોટો નિર્ણય લેતા જણાવ્યું હતું કે આગામી એક મહિનામા ઓક્સિજનના 44 પ્લાન્ટ લગાવવા જઇ રહ્યા છીએ.જેમાથી 8 પ્લાંટસ કેન્દ્ર સરકાર લગાવી રહી છે.જે 8 પ્લાંટસ આગામી ૩૦ એપ્રિલ સુધી તૈયાર થઇ જશે.જ્યારે અન્ય 36 પ્લાંટસ દિલ્હી સરકાર લગાવી રહી છે. જેમાંથી 21 પ્લાંટસ ફ્રાન્સથી આવી રહ્યાં છે.જેને વિવિધ હોસ્પિટલોમાં લગાવવામાં આવશે.જેનાથી હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી દૂર કરવામાં મદદ મળશે.