દિલ્હીમાં કોરોનાના પ્રસાર પર લગામ લગાવવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવાયું છે.જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેઈનને તોડવા માટે 17 મેના રોજ પૂર્ણ થનારૂં લોકડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવવાનો નિર્દેશ આપ્યો છે.આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારને વેક્સિનની તંગી અંગે ચિઠ્ઠી લખી છે.આમ મુખ્યંત્રીના કહેવા મુજબ દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે.ત્યારે 26 એપ્રિલ બાદ નવા કેસમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી સંક્રમણનો દર પણ ઘટી રહ્યો છે.આમ રાજ્યમાં લોકડાઉનને આગામી સોમવાર સવારના 5:00 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
આમ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6.5 હજાર કેસ નોંધાયા છે.ત્યારે મુખ્યમંત્રીએ આગામી એક સપ્તાહમાં વધુ રિકવરી થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved