લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમા કોરોનાનો યુ.કે અને ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટ એક્ટિવ થયો

દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી કોરોનાની લહેરે છેલ્લા કેટલાક દિવસમાં અનેક દિલ્હીવાસીઓનો જીવ લીધો છે.ત્યારે સામે આવેલા નવા ડેટા વધારે ચિંતાજનક છે.જેમાં કોરોનાના યુ.કે વેરિએન્ટે દિલ્હીમાં પગપેસારો કરી લીધો છે.ત્યારે નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના ચીફના કહેવા મુજબ માર્ચના અંતિમ સપ્તાહમાં દિલ્હીમાં જે કોરોના સેમ્પલ લેવાયા તે પૈકીના 50 ટકામાં કોરોનાનો યુ.કે વેરિએન્ટ હતો.પરંતુ વર્તમાન સમયમાં દિલ્હીમાં કોરોનાનો યુ.કે વેરિએન્ટ અને ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટ પ્રસરી રહ્યો છે.જેમાં દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 50 ટકાથી વધારે સેમ્પલ ડબલ મ્યુટેન્ટ સાથે સંકળાયેલા છે.આમ કોરોનાના સૌથી પહેલા વેરિએન્ટ સિવાય દેશમાં હાલ યુ.કે,આફ્રિકી અને બ્રાઝિલ વેરિએન્ટ એક્ટિવ છે.