લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીની સરકારી અને ખાનગી સ્કૂલો બંધ,મુખ્યમંત્રી કેજરીવાલની જાહેરાત

કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલો આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાં કહ્યું હતું કે કોવિડના વધતાં કેસોને પગલે દિલ્હીમાં તમામ સ્કૂલો તેમજ તમામ ક્લાસિસ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.આમ દેશની રાજધાની દિલ્હીમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.ત્યારે દિલ્હીમાં ગુરુવારે ૭૪૩૭ નવા કેસ સામે આવ્યા હતા,જ્યારે ૨૪ લોકોનાં મોત નિપજ્યાં હતાં.આમ ૧૯ નવેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા.આમ દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશને દિલ્હીના ઉપગવર્નર,મુખ્યમંત્રી,કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત સી.બી.એસ.ઇ ચેરપર્સનને પત્ર લખી દિલ્હીની તમામ સકારી અને ખાનગી સ્કૂલોને બંધ કરવાની માંગ કરી હતી.