લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમા આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે,કામદારોને રાજ્ય ના છોડવાની અપીલ કરાઇ

કોરોના વાયરસના વધતા જતા કેસોથી દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામા આવ્યું છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.આમ આ સમયગાળા દરમિયાન એ પ્રકારના કડક નિયમો લાગુ કરવામાં આવશે,જે કર્ફ્યૂ દરમિયાન લાગુ કરવામાં આવ્યા હતા.આમ દિલ્હીમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ બેકાબૂ થઈ ગઈ છે.જેમાં ઘણી મોટી હોસ્પિટલોમાં બેડસ નથી,ઓક્સિજન પણ મળી શકતો નથી.