લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં એક સપ્તાહ સુધી લોકડાઉન વધારાયું,આગામી 3 મે સુધી યથાવત

દેશની રાજધાની દિલ્હીમાં બેકાબૂ બનેલી કોરોનાની સ્થિતિમાં કોઈ સુધારો ન જણાતા રાજ્ય સરકારે વધુ એક સપ્તાહ માટે લોકડાઉનને લંબાવી દીધું છે.જે અંગેની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.જેમાં તેમણે જણાવ્યુ હતું કે દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.જેના કારણે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવુ જરૂરી બની ગયું હતું.આમ કોરોનાનો સામનો કરવા માટે લોકડાઉન અંતિમ હથિયાર છે.આમ જે રીતે કેસો વધી રહ્યા હતા તે જોતા અંતિમ હથિયારનો ઉપયોગ કરવો જરૂરી બની ગયું હતું.આમ આગામી 3 મેની સવારના 5:00 વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.