લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સરકારે ઓફિસ,હોટલ અને હોસ્પિટલોને ઈલેટ્રિક વાહનો માટે 5 ટકા પાર્કિંગ અનામત રાખવા આદેશ કર્યા

રાજ્યમાં પ્રદુષણ ઘટાડવા અને ઈલેક્ટ્રોનિક્સ વાહનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી દિલ્હીની કેજરીવાલ સરકારે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. જેમાં દિલ્હીના સિનેમાઘરો,મલ્ટિપ્લેક્સ,ઓફિસ સ્પેસ,હોટલ,રેસ્ટોરંટ,હોસ્પિટલ વગેરે જગ્યા કે જ્યાં 100 વાહનોથી વધારે પાર્કિંગ કેપેસિટિ છે.તેમને પોતાની પાર્કિંગ ક્ષમતાના 5% ઈલેક્ટ્રિક વાહનો માટે અનામત રાખવું પડશે.જેમાં દિલ્હી સરકારના ઉર્જા મંત્રાલય તરફથી પાર્કિંગ ક્ષમતાની 5 ટકા જગ્યા ઈલેક્ટ્રોનિક વાહનો માટે અનામત રાખવાની સાથે પાર્કિંગમાં સ્લો ઈલેક્ટ્રિક ચાર્જીગની વ્યવસ્થા કરવી પડશે.

આમ ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી હેઠળ ડિસેમ્બર સુધીમાં તમામ કોમ્પલેક્સને પોતાની સિસ્ટમ અપગ્રેડ કરવાનો સમય આપવામાં આવ્યો છે. સાથે જ એવા કોમ્પ્લેક્સને પ્રત્યેક ચાર્જીંગ પોઈન્ટ હેઠળ 6 હજાર રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવશે.આ નિર્ણયથી દિલ્હીમાં ડિસેમ્બર સુધી 10 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહન ચાર્જર ઉપલબ્ધ થવાની આશા છે.