લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સરકાર કોરોનાથી અનાથ થયેલા બાળકો,નિરાધાર વડીલોની મદદ કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજધાનીમાં ઘણાં દિવસો બાદ 24 કલાકમાં 8,500થી ઓછા કેસ નોંધાયા હોવાની માહિતી આપી હતી.જેમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાછલા થોડા સમયમાં અનેક બાળકોના માતા-પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. આવા અનાથ બાળકોના ભરણ-પોષણ તેમજ અભ્યાસનો ખર્ચો દિલ્હી સરકાર ઉઠાવશે.આ સિવાય અનેક વડીલો એવા છે જેમના યુવાન બાળકો મૃત્યુ પામ્યા છે અને હવે ઘર ચલાવનારૂ કોઈ નથી બચ્યું.જેમના ઘરમાં કમાનારૂ કોઈ નથી તે વડીલોની મદદ પણ દિલ્હી સરકાર કરશે.