લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સરકારે લગાવેલા પ્રતિબંધો,ક્વોરેન્ટાઈન પણ થવું પડશે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સરકારે નવા પ્રતિબંધો લાગુ કર્યા છે.જે પ્રતિબંધો આગામી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે.જેમાં નાઈટ કર્ફ્યુ ઉપરાંત કેટલાક વધુ પ્રતિબંધો પણ અમલી રહેશે.જે અંતર્ગત દિલ્હીમાં તમામ પ્રકારની સામાજીક,રાજકીય,રમતની,ધાર્મિક સભાઓ વગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ સિવાય દિલ્હીમાં અંતિમ સંસ્કારવિધિ માટે મહત્તમ 20 લોકો સામેલ થઈ શકશે,જ્યારે લગ્નોમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે.નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવાઈ જહાજ દ્વારા મહારાષ્ટ્રથી દિલ્હી આવનારા તમામ મુસાફરોએ રાજધાનીમાં એન્ટ્રી માટે મુસાફરીના આશરે 72 કલાક સુધી જૂના આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે.આ ઉપરાંત મહારાષ્ટ્રથી નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ વગર આવનારા લોકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

દિલ્હીમાં રેસ્ટોરા અને બાર પોતાની સીટિંગ કેપિસિટીની 50 ટકા ક્ષમતા પર કામ કરી શકશે.જ્યારે સિનેમા,થિએટર અને મલ્ટીપ્લેક્સ પણ 50 % ક્ષમતા સાથે જ ચાલશે.મેટ્રોના એક કોચમાં સીટિંગ કેપિસિટિના 50 ટકા લોકો મુસાફરી કરી શકશે.આ ઉપરાંત બસોમાં પણ એકસાથે 50 % ક્ષમતા સાથે જ મુસાફરો યાત્રા કરી શકશે.તમામ શાળા,કોલેજીસ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે અને ઓનલાઈન ક્લાસને પ્રોત્સાહન આપવામાં આવશે.દિલ્હી સરકારના તમામ કાર્યાલયો,પી.એસ.યુ, કોર્પોરેશન,ઓટોનોમસ બોડી અને લોકલ બોડીમાં ગ્રેડ-1 કે તેની સમકક્ષ અધિકારી પોતાની 100 % ક્ષમતા પર કામ કરશે.જ્યારે બાકીનો સ્ટાફ 50 % ક્ષમતા સાથે કામ કરશે.આ સિવાય સ્વાસ્થ્ય વિભાગ,પોલીસ,હોમગાર્ડ, ફાયર અને ઈમરજન્સી,સિવિલ ડિફેન્સ કે જિલ્લા પ્રશાસનના લોકો કોઈપણ જાતના પ્રતિબંધ વગર કામ કરતા રહેશે.