લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 25,000 નવા દર્દીઓ,મુખ્યમંત્રીએ અમિત શાહ પાસે માંગી મદદ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના રોજ નવા રેકોર્ડ કરી રહ્યો છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,000 નવા દર્દીઓ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહની મદદ માંગી છે.જેમાં તેમણે કહ્યુ હતુ કે, સંક્રમણમાં 30 ટકાનો વધારો થયો છે.આમ કોરોના માટે જે બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે તે બહુ ઝડપથી ભરાઈ રહ્યા છે.આ સિવાય આઈ.સી.યુ બેડની સાથે ઓક્સિજનની પણ દિલ્હીમાં અછત છે.આમ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 10,000 બેડ છે તેમાંથી 7,000 બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ કરવામાં આવે તેવી માંગ કરી છે.ત્યારે હવે દિલ્હીમાં યમુના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને કોમનવેલ્થ સ્ટેડિયમમાં બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે.