લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં આજથી નાઇટ કફર્યુ લાદતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દેશમાં એક બાદ એક રાજય અને મહાનગરોમાં કોરોનાના સતત વધતા જતા કેસ વચ્ચે દિલ્હીમાં પણ આજથી નાઇટ કફર્યુ લાદવામાં આવ્યું છે.જે આગામી 30 એપ્રીલ સુધી રાત્રીના 10 થી સવારના પ સુધીનું રહેશે.જેમાં રાજયના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે સંક્રમણને ડામવા માટે અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી નાઇટ કફર્યુના અમલથી સંક્રમણને કાબુમાં લેવાનો પ્રયત્ન થશે.દિલ્હીમાં આ ઉપરાંત સરકારે સવારે 9 થી સાંજના 9 વચ્ચે વેકસીનેશન પ્રક્રીયાને અમલી બનાવી હતી.ત્યારે હવે વર્તમાન વેકસીનેશન સેન્ટરના ત્રીજા ભાગના સેન્ટરો 24 કલાક ખુલ્લા રહેશે તેવી જાહેરાતના કલાકોમાં જ નાઇટ કફર્યુ લાદી દેવામાં આવતા આ સેન્ટરો ખુલ્લા રહેવા અંગે પ્રશ્ન સર્જાયો છે.