લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમાં વીકેન્ડ લોકડાઉન લાગશે નવા પ્રતિબંધો પણ મૂકવામાં આવ્યા

દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ વીકેન્ડ લોકડાઉનનું એલાન કર્યું છે.આમ આ લોકડાઉન શુક્રવારે રાતે 10 વાગ્યા થી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લાગુ રહેશે.આમ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં આ નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.આમ અગાઉ થોડા દિવસ પહેલા નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે સાથે જ્યાં કેસ વધુ છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.જોકે પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાછતાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા ત્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,282 કેસ નોંધાયા છે,જ્યારે 104 લોકોના મોત થયા છે.આમ છેલ્લા ચાર દિવસની અંદર રાજધાનીમાં 45 હજાર કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે.