લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / દોહા ટુર્નામેન્ટથી ટેનિસ કોર્ટમાં રોજર ફેડરરનું પુનરાગમન

ઘૂંટણનું બે વખત ઓપરેશન કરાવ્યા પછી રોજર ફેડરર કતારમાં માર્ચમાં રમાનારી એટીપી ટુર્નામેન્ટથી પુનરાગમન કરે તેમ માનવામાં આવે છે.આમ ફેડરર ગયા વર્ષની ઓસ્ટ્રેલિયન ઓપનથી રમ્યો નથી. ગયા વર્ષે મેલબોર્ન પાર્કમાં યોકોવિચ સામે સેમીફાઇનલમાં હાર્યા પછી ફેડરર એકપણ મેચ રમ્યો નથી. ફેડરર અને નડાલ બંને ૨૦-૨૦ ગ્રાન્ડસ્લેમ જીતેલા છે.આમ ફેડરર વર્ષ ૧૯૯૯ પછી પહેલીવખત ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવી છે.આમ લાંબી ઇજા પછી પાંચ સેટની મેચોની સંભાવનાઓ અને ક્વોરેન્ટાઇનના આકરા નિયમોના લીધે તેણે આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો નથી.ફેડરર દોહામાં ભૂતકાળમાં ત્રણ વખત જીતી ચૂક્યો છે.ફેડરરે જણાવ્યું હતું કે હું ફરીથી કોર્ટ પર વિજયો મેળવવા માંગું છું.હું આકરા સંઘર્ષ માટે તૈયાર છું.ફેડરરે જણાવ્યું હતું કે હું એટીપી ટુર્નામેન્ટમાં રમવા માટે ફિટનેસ પર કામ કરી રહ્યો છું.