લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / 20 પૈસામાં એક કિલોમીટર દોડશે ઈલેકટ્રીક બાઈક

સતત વધતા વાયુ પ્રદૂષણ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાએ ઓટો નિર્માતાઓને પર્યાવરણને અનુકુળ ફયુલ એફીશિયન્ટ વાહન બનાવવા પ્રેરીત કર્યા છે.ત્યારે આ સંજોગોમાં દિલ્હી સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (આઈ.આઈ.ટી)ની ઈન્કયુબેટ સ્ટાર્ટઅપ ગેલિયોસ મોબલીટીએ પોતાનું ઈલેકટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે.જેમાં આકર્ષક લુક ધરાવતા દમદાર ઈલેકટ્રીક સ્કુટરની દિલ્હીમાં એકસ શો-રૂમ કિંમત રૂા.46,999 છે.જે સ્કુટર ચલાવવામાં ખૂબ કિફાયતી છે.જેનો ખર્ચ દર એક કિલોમીટરે 20 પૈસા આવે છે.તેમજ ચાર કલાકમાં બેટરી ચાર્જ થઈ જાય છે.આમ આ સ્કુટરની બેટરીને ઘરમાં જ સામાન્ય સોકેટમાં ચાર્જ કરી શકાતું હોવાથી પાર્કીંગમાં ચાર્જર લગાવવાની જરૂર નહીં પડે.આમ એક વખતના ચાર્જીંગથી 50 થી 75 કિલોમીટર સુધીનું અંતર કાપે છે.આ ઈ-બાઈક માટે લાયસન્સની પણ જરૂર રહેતી નથી.