લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / એન્જિનિયરિંગ કોલેજોમાં ભણવા મેથ્સ,ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રી વિષયો ફરજિયાત નહી

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે બદલાવ લાવતો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે ધો.12માં મેથ્સ,ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રી વિષય ભણવો ફરજિયાત હોવાનો નિયમ હતો. જે નિયમ દૂર કરવામાં આવ્યો છે.જે નિર્ણય અલગ-અલગ બેકગ્રાઉન્ડમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓેને ધ્યાને રાખીને કરાયો છે.

આમ આ બદલાવના કારણે ધો.12માં મેથ્સ,ફિઝિક્સ,કેમેસ્ટ્રીનો અભ્યાસ નહીં કર્યો હોય તે પણ એન્જિનિયર બનવા માંગે તો બની શકે છે.નવા નિયમ પ્રમાણે એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ માટે ધો.12માં ઓછામાં ઓછા 45 ટકા જરૂરી બનશે.તેમજ 14 વિષયોનુ એક લિસ્ટ જાહેર કરાશે તેમાંથી ત્રણ વિષયમાં વિદ્યાર્થીએ પાસ થવુ જરૂરી હશે.જે ચૌદ વિષયોમાં મેથ્સ,ફિઝિકસ,કેમેસ્ટ્રી,કોમ્યુટર સાયન્સ,ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી,બાયોલોજી,ઈન્ફર્મેટિક્સ પ્રેક્ટિસ,બાયોટેકનોલોજી,એન્જિનિયરિંગ ગ્રાફિક્સ,બિઝનેસ સ્ટડી તથા એન્ટરપ્રિનિયોરશિપ જેવા વિષયોને સામેલ કરવામાં આવ્યા છે.