ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવવાની સાથે શ્રેણીમાં કિવીઝનો 3-0થી વ્હાઈટવોશ થયો હતો.જેમા ટેસ્ટના પાંચમા દિવસે પ્રથમ સેશન વરસાદને પગલે ધોવાઈ ગયું હોવાછતાં ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 296 રનનો લક્ષ્યાંક પાર પાડી લીધો હતો.જેમા જોની બેરસ્ટો અને જો રૂટે અડધી સદી ફટકારી હતી,જેને પગલે ઈંગ્લેન્ડે વિજય મેળવ્યો હતો.ઈંગ્લેન્ડે પાંચમા દિવસે ઓલી પોપ 82ની વિકેટ ગુમાવી હતી.જ્યારે જોની બેરસ્ટો 71 અને જો રૂટ 86 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.જેમા બન્નેએ ચોથી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી.
આમ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એશિઝમાં કંગાળ દેખાવ નોંધાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ઈંગ્લેન્ડના કેપ્ટનની જવાબદારી બેન સ્ટોક્સને સોંપવામા આવી હતી.જેમા ઈંગ્લેન્ડના જેક લીચે ત્રીજી ટેસ્ટની બન્ને ઈનિંગમાં પાંચ-પાંચ વિકેટ ઝડપતા તેઓ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા,જ્યારે જો રૂટે શ્રેણીમાં 396 રન ઉપરાંત 1 વિકેટ લેતા તે પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved