લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બીજી વનડે- ભારતે ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 337નો ટાર્ગેટ આપ્યો

ભારત-ઇંગ્લૈંડ વચ્ચેની બીજી વનડે મેચમાં ફરી એકવાર ઈંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું.જેમાં ઈનીંગની શરૂઆતમાં ભારતની રમત ખરાબ રહી હતી.જેમાં શિખર ધવન 4 રનના સ્કોર પર આઉટ થયો હતો.જયારે રોહિત શર્માએ થોડી આક્રમક રમત રમ્યા પછી 25 રન મારી આઉટ થયો હતો.ત્યારે કે.એલ રાહુલ વનડે ફોર્મેટમાં સાતત્યપૂર્ણ દેખાવ કરતો જોવા મળી રહ્યો છે. પહેલી મેચમાં શાનદાર હાફ સેન્ચુરી બાદ,બીજી વનડેમાં બંને ઓપનર જલ્દી પેવેલિયન ભેગા થઈ ગયા બાદ,કેપ્ટન કોહલી સાથે મળીને રાહુલે ભારતની ઈનીંગ સંભાળી હતી.આ મેચમા રાહુલે 108 રનની ઈનીંગ રમી ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું હતું અને ત્રીજી વિકેટ માટે કેપ્ટન કોહલી સાથે મળીને 121 રનની ભાગીદારી નોંધાવી હતી.

કેપ્ટન વિરાટ કોહલીએ આજે 79 બોલમાં 66 રનની ઈનીંગ રમીને ભારતના મીડલ ઓર્ડરને મજબૂતી આપી હતી.જ્યારે રીષભ પંતે વનડેમાં તેનો સર્વાધિક સ્કોર કર્યો હતો.જેમાં તેણે 40 બોલમાં 77 રન ફટકારીને ભારતીય ટીમના સ્કોરને 300 પ્લસ પહોંચાડ્યો હતો.