લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમા બુમરાહને ટીમની આગેવાની સોંપાય તેવી શક્યતાઓ

ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન સમયમા ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને ગયા વર્ષે બાકી રહેલી એક ટેસ્ટ રમનારી છે.ત્યારે તે અગાઉ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોનાગ્રસ્ત બની ગયો છે અને તેને હાલમાં આઇલેશનમાં રાખવામાં આવ્યો છે.ત્યારે તેના સ્થાને ગુજરાતના જસપ્રિત બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બનાવાય તેવી શક્યતા જોવા મળી રહી છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે પાંચ ટેસ્ટની સિરીઝ રમાનારી હતી પરંતુ ચાર ટેસ્ટ બાદ ભારતીય ટીમમાં એક કરતાં વધારે ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારતે સિરીઝ પડતી મૂકવાની ફરજ પડી હતી અને હવે બાકી રહેલી પાંચમી ટેસ્ટ આગામી 1 જુલાઈથી બર્મિંગહામના એજબસ્ટન ખાતે રમાનારી છે. આ ટેસ્ટ માટે ભારતીય ટીમ ઘણા દિવસ અગાઉ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ હતી અને હાલમાં લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમી રહી હતી.આમ ભારત હાલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બાદ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે.ગયા વર્ષની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ફાઇનલમાં પ્રવેશ્યું હતું જ્યાં ન્યૂઝીલેન્ડ સામે તેનો પરાજય થયો હતો.