લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમા કોહલીએ ઝીરો પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો

ઈંગ્લેન્ડ-ભારત વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી સિરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો છે.કોહલી ઈંગ્લેન્ડ સામેની સિરિઝમાં ખાસ દેખાવ કરી શક્યો નથી.ત્યારે કોહલી ઝીરો રને બેન સ્ટોક્સના બોલે વિકેટકિપરના હાથે કેચ આઉટ થતા ચાહકો નિરાશ થયા હતા.આમ કોહલીએ ઝીરો રને આઉટ થઈને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ત્યારે હવે તે ઝીરો રન પર સૌથી વધારે આઉટ થનાર ભારતીય કેપ્ટન બની ગયો છે.આમ એમએસ ધોની અને વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં આઠ વખત ઝીરો પર આઉટ થઈને રેકોર્ડ કર્યો છે.આમ આ રેસમાં કોહલી આગળ નીકળી જાય તેવી શક્યતા વધારે છે.કારણ કે ધોની નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે.