લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇંગ્લેન્ડના બેટિંગ કોચ તરીકે ટ્રેસ્કોથિકની નિમણૂક કરાઇ

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન માર્ક્સ ટ્રેસ્કોથિકની ટીમના નવા બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આમ આ સિવાય જોન લુઇસ અને જીતેન પટેલ ઇંગ્લેન્ડના ફાસ્ટ તેમજ સ્પિન બોલિંગના કોચ છે.ટ્રેસ્કોથિકે વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૬ દરમિયાન ઇંગ્લેન્ડવતી ટેસ્ટ અને વન-ડેમાં થઈને 10 હજારથી વધુ રન કર્યા છે.જેમાં ૭૬ ટેસ્ટમાં ૫,૮૨૫ રન કર્યા છે. આમ તેઓ વર્તમાન સમયમાં સમરસેટ કાઉન્ટી ક્રિકેટ ક્લબના સહાયક કોચ પદેથી રાજીનામુ આપી દેશે.તેમજ કાર્લ હોપકિન્સન ઇંગ્લેન્ડનો ફિલ્ડિંગ કોચ છે.આમ ટ્રેસ્કોથિક ઇંગ્લેન્ડવતી ભારતની ધરતી પર સ્પિનરો સામે સારો દેખાવ કરનારા બેટ્સમેનોમાં સ્થાન પામે છે.જેમણે ઇંગ્લેન્ડને વર્ષ ૨૦૦૧ના પ્રવાસમાં ભારતીય સ્પિનરોનો સારી રીતે સામનો કર્યો હતો.