ભારતીય મહિલા ક્રિકેટની 21 સભ્યોની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેરાત કરવામાં આવી છે.જેમાં ટેસ્ટ અને વનડે ટીમની કમાન મિતાલી રાજને સોંપવામાં આવી છે.આમ 17 વર્ષીય યુવા બેટ્સમેન શેફાલી વર્માને પ્રથમ વખત વન ડે તેમજ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે 27 વર્ષિય સ્નેહ રાણા 5 વર્ષ પછી ટીમમાં પરત ફરી છે.આમ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી,સેક્રેટરી જય શાહ મહિલા ટીમની પસંદગી માટે યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગમાં પસંદગીકારો અને કોચ રમેશ પવાર સાથે હાજર હતા.આમ ભારતીય મહિલા ટીમ નવેમ્બર 2014 પછી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે.આમ ટીમ વર્ષ 2014મા દક્ષિણ આફ્રિકા સામે એક ટેસ્ટ મેચ રમી હતી તે સમયે પણ ભારતીય ટીમ 8 વર્ષ પછી બે ટેસ્ટ રમી શકી હતી.
ટેસ્ટ અને વનડે ટીમ- મિતાલી રાજ (કેપ્ટન),હરમનપ્રીત કૌર (ઉપકેપ્ટન),સ્મૃતિ મંધાના,પૂનમ રાઉત,પ્રિયા પુનિયા,દિપ્તિ શર્મા,જેમિમાહ રોડ્રિગ્ઝ,શેફાલી વર્મા,સ્નેહ રાણા,તાનિયા ભાટિયા,ઇન્દ્રની રોય,ઝુલન ગોસ્વામી,શિખા પાંડે,પૂજા વસ્ત્રાકર,અરુંધતી રેડ્ડી,પૂનમ યાદવ,એકતા બિષ્ટ અને રાધા યાદવ.
ટી -20 ટીમ- હરમનપ્રીત કૌર(કેપ્ટન),સ્મૃતિ મંદાના(ઉપકપ્તાન),દિપ્તી શર્મા,જેમિમા રોડ્રિગ્ઝ,શેફાલી વર્મા,રિચા ઘોષ,હર્લીન દેઓલ,સ્નેહ રાણા, તાનિયા ભાટિયા,શિખા પાંડે,પૂજા વસ્ત્રાકર,અરુંધતી રેડ્ડી,પૂનમ યાદવ,એકતા બિષ્ટ,રાધા યાદવ અને સિમરન દિલ બહાદુર
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved