લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત,ચેન્નાઈ ખાતે ભારતની 22 વર્ષ પછી હાર

ભારત ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનના લક્ષનો પીછો કરતાં ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ છે.આમ આ સાથે જ ટીમ ઇન્ડિયા 22 વર્ષે ચેન્નાઈમાં ટેસ્ટ હાર્યું છે.આમ ભારત છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું.ત્યારપછી ટીમ ઇન્ડિયાએ 8 ટેસ્ટ રમી હતી જેમાંથી 5 જીતી જ્યારે 3 ડ્રો રહી હતી.આમ આ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત છે.આ પહેલા તેમણે વર્ષ 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.

આમ ઇંગ્લેન્ડની ટીમ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે જેમાં તેમણે 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.ટીમ ઇન્ડિયા માટે રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 24મી ફિફટી ફટકારતાં 72 રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 50 રન કર્યા હતા.જ્યારે વિરાટ કોહલીએ બેટિંગ કરતાં 104 બોલમાં 9 ફોરની મદદથી 72 રન કર્યા હતા.આ તેની ટેસ્ટમાં 24મી ફિફટી હતી.તે સિવાય અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો.ઇંગ્લેન્ડ માટે જેક લીચે 4,જેમ્સ એન્ડરસને 3,બેન સ્ટોક્સ,જોફરા આર્ચર,ડોમ બેસે 1-1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની ટીમે છેલ્લે ભારતને ડિસેમ્બર 2012માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી તે પછી ભારતમાં બંને દેશ વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી.જેમાંથી 4 ભારતે જીતી અને 2 ટેસ્ટ ડ્રો રહી હતી.આમ આ સાથે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન જો રૂટ 26 જીત,26 માઈકલ વોન,24 એલિસ્ટર કુક,24 એન્ડ્રુ સ્ટ્રોસ રહ્યા હતા.