ભારત સામેની ટી-૨૦ સિરીઝ માટે ઇંગ્લેન્ડે પોતાની ૧૬ સભ્યોની ટીમમાં જોસ બટલર અને જોની બેરસ્ટોનો સમાવેશ કર્યો છે.આમ ઇંગ્લેન્ડ ભારત સામે રમાનારી પાંચ ટી-૨૦ અમદાવાદમાં આગામી ૧૨ થી ૨૦ માર્ચ દરમિયાન રમવાનું છે.આમ ઇંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે બટલરને આરામ આપ્યો છે.આમ ઇંગ્લેન્ડની રોટેશન પોલિસી મુજબ તેને આરામ આપવામાં આવ્યો છે.ત્યારે ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ ટી-૨૦ સિરીઝ રમવાના નથી જ્યારે જોફ્રા આર્ચર પાંચ ટી-૨૦ માટે ઉપલબ્ધ રહેશે.આ ટીમમાં નવા ટી-૨૦ પ્લેયર ડેવિડ મેલનને સમાવેશ કરવામાં આવ્યો છે.આમ ટી-૨૦ સિરીઝની જાહેરાત પછી ત્રણ વન-ડે માટેની ટીમની જાહેરાત પણ થશે.આ પાંચેય ટી-૨૦ અમદાવાદમાં ૧૨,૧૪,૧૬,૧૮ અને ૨૦મી માર્ચના રોજ યોજાશે.
ઇંગ્લૈંડની ટીમ- ઇયોન મોર્ગન(કેપ્ટન),મોઇન અલી,જોફરાં આર્ચર,જોની બેરસ્ટો,સેમ બિલિંગ્સ,જોસ બટલર,સેમ કરન,ટોમ કરન,ક્રિસ જોર્ડન,લિયામ લિવિંગસ્ટોન,ડેવિડ મેલન,આદિલ રશીદ,જેસન રોય, બેન સ્ટોક્સ,રીસ ટોપલી,માર્ક વૂડ
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved