લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઇંગ્લેન્ડના પ્રવાસ અગાઉ ન્યૂઝીલેન્ડના ક્રિકેટરોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

ઇંગ્લેન્ડના પ્રવાસ પૂર્વે ન્યૂઝીલેન્ડના ક્રિકેટરોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.આમ ન્યૂઝીલેન્ડની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસમાં બે ટેસ્ટ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા જવાની છે.ત્યારે ન્યૂઝીલેન્ડ સરકારે ગયા મહિને જણાવ્યું હતું કે તે રાષ્ટ્રીય સ્તરના રસીકરણ કાર્યક્રમમાં દેશના એથ્લીટોને પણ રસી લેવાની છૂટ આપે છે.

જેના પગલે ન્યૂઝીલેન્ડે 23 જુલાઈથી 8મી ઓગસ્ટ સુધી રમાનારી ટોકિયો ઓલિમ્પિક્સ માટે જનારા તેના એથ્લીટોના રસીકરણનો પ્રારંભ કરી દીધો છે.આ ઉપરાંત ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડવાની છે.જે પ્રવાસનો પ્રારંભ આગામી 2જી જૂનથી થશે.આ સિવાય તે ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમશે.જે મેચ આગામી 18 જૂનથી શરૂ થશે.આમ ન્યૂઝીલેન્ડના ટેસ્ટ ખેલાડીઓ કેન વિલિયમ્સન,મિચેલ સેંટનર,ટ્રેન્ટ બોલ્ટ અને કાયલી જેમિન્સન વર્તમાન સમયમાં ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યા છે.