લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈંગ્લેન્ડના લોર્ડઝ મેદાનમા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ નહીં રમાય

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ જીતીને સિરિઝ પર 3-1થી કબ્જો જમાવનાર ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ચુકી છે.ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે.જે 18 જુને રમાનારી ટેસ્ટ મેચનુ સ્થળ બદલાઈ શકે છે.આમ આ ઐતહાસિક ટેસ્ટ મેચ લોર્ડઝ મેદાન પર રમાવાની હતી.પરંતુ હવે આ મુકાબલો બીજી જગ્યાએ યોજવો પડશે.
આમ પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાવાની છે.જેમાં ભારત 520 પોઈન્ટ સાથે પ્રથમ અને ન્યૂઝીલેન્ડ 420 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.આ બંને દેશો વચ્ચે ફાઈનલ રમાવાની છે.જે ટીમ જીતશે તેને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રથમ ખિતાબ મળશે.