લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / યુરોપના વૈભવી ગોલ્ફ રિસોર્ટને મુકેશ અંબાણીએ ખરીદી લીધો

ભારતના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બ્રિટનમાં આવેલા ગોલ્ફ રિસોર્ટ અને કંટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ 600 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.ત્યારે આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પરંતુ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો છે.આમ આ રિસોર્ટમાં હોલીવૂડની સંખ્યાબંધ ફિલ્મોના શૂટિંગ પણ થયા છે.જે રિસોર્ટ 300 એકરમાં ફેલાયેલો છે.જ્યાં રહેવા માટે 49 રૂમો આવેલા છે.આમ આ ડીલ સાથે મુકેશ અંબાણીએ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઝુકાવવાનુ નક્કી કર્યુ છે.આ અગાઉ તેમણે વર્ષ 2019માં બ્રિટનમાં એક ડીલ કરી હતી.જેમાં તેમણે બ્રિટનની 260 વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી હતી એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે.