યુરોપના મેથ ઓલિમ્પિયાડમાં યુનાઇટેડ કિંગ્ડમનું પ્રધિનિધિત્વ કરનારી સૌથી નાની વયની બાળકી ભારતીય મૂળની છે.જે ભારતીય મૂળની આન્યા ગોયલ આવતા મહિને જ્યોર્જીયામાં મેથ ઓલિમ્પિયાડમાં ભાગ લેશે.આ સ્પર્ધમાં અત્યારસુધીનો સૌથી નાની વયનો રેકોર્ડ 15 વર્ષનો હતો.ઓલિમ્પિયાડમાં જવા માગતા આશરે 6 લાખ બાળકોમાંથી આન્યા અને અન્ય ત્રણ બાળકીઓની પસંદગી કરવામાં આવી છે.આમ એક હજાર વિદ્યાર્થીઓને બ્રિટિશ મેથ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.જેના બીજા રાઉન્ડમાં ટોપ-100 વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી હતી.જે ટોપ-100માંથી ચાર વિદ્યાર્થીઓને યુરોપિયન મેથ ઓલિમ્પિયાડમાં યુ.કેનું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરવામાં આવ્યા હતા.આમ આન્યાના પિતા અમિત ગોયલ ગણિતના શિક્ષક છે તેમજ તેમણે પણ ભૂતકાળમાં મેથ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે.આમ પ્રાઇમરી સ્કૂલમાંથી જ પઝલ્સ,ક્રોસવર્ડ,ચેસ,સુડોકુ,કાકુરો અને કોડબ્રેકિંગની આદત હોય તો આ પ્રકારની સ્પર્ધામાં સફળતા મેળવી શકાય છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved