લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની બાયોપિક અટલની જાહેરાત કરાઇ

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે.ફિલ્મમેકર સંદીપ સિંહે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે.આ ફિલ્મ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક હશે.જે ફિલ્મની વાર્તા પુસ્તક પર આધારિત હોઈ શકે છે.આ ફિલ્મ સંદીપ સિંહ અને વિનોદ ભાનુશાલી દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.જેમા મેકર્સ જલ્દી ફિલ્મના અભિનેતા અને ડિરેક્ટરની જાહેરાત કરશે.આ ફિલ્મ આવતા વર્ષે 2023માં ફ્લોર પર આવી શકે છે,જે ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસર પર રિલીઝ થશે.ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અટલનું નિર્માણ વિનોદ ભાનુશાલી,સંદીપ સિંહ,સેમખાન,કમલેશ ભાનુશાલી અને વિશાલ ગુરનાની દ્વારા કરવામાં આવશે.