દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા એચ.ડી દેવગૌડા તથા તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.જેમાં તેમણે લખ્યું હતું કે ‘મારી પત્ની ચેન્નામા અને હું કોરોના પોઝિટિવ આવ્યા છીએ.અમે બંને અને પરિવારના અન્ય સદસ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ.હું બધાને વિનંતી કરૂ છું કે છેલ્લા થોડા દિવસોમાં જે પણ અમારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે.પાર્ટીનો કોઈ કાર્યકર પેનિક ન કરે.’
આમ પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાની ઉંમર 87 વર્ષ છે.જેઓ 1 જૂન, 1996 થી લઈને 21 એપ્રિલ,1997 સુધી દેશના વડાપ્રધાન રહી ચુક્યા છે.આ ઉપરાંત તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને વર્તમાન સમયમા તેઓ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે.
આમ છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે.ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલા કોરોનાના નવા 5 ક્લસ્ટરલ રાજ્યોમાં કર્ણાટકનો સમાવેશ થાય છે.વર્તમાન સમયમાં કર્ણાટકમાં કોરોનાના 25,000 કરતા વધુ એક્ટિવ કેસ છે,જે દેશમાં બીજા ક્રમે છે.આમ કર્ણાટકમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 10 લાખ થવા જઈ રહી છે.ત્યારે અનેક પ્રતિબંધો પણ લાગુ કરાયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved