લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ફાસ્ટેગમા નવી સુવિધા ઊભી કરાતા પેટ્રોલ-ડિઝલ ભરાવી શકાશે

દેશભરમાં ટોલનાકા પર ટેકસ ચુકવવા માટે ફાસ્ટેગ ફરજીયાત કરાયા બાદ તેનો બહુહેતુક ઉપયોગ કરવાની દિશામાં તૈયારી શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત ફાસ્ટેગ મારફત પેટ્રોલ-ડીઝલ ભરાવવાની પણ સુવિધા મળશે.આ ઉપરાંત પાર્કિંગ ચાર્જ પણ ચુકવી શકાશે.જેમાં અમુક ટેકનીકલ પ્રશ્નો ઉભા થયા છે જે દૂર થતા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આમ ફાસ્ટેગ મારફત પ્રથમ પાર્કિંગ ચાર્જ વસુલીની સવલત આપવામાં આવશે.જે સુવિધા પ્રથમ દિલ્હીથી શરૂ કરવામાં આવશે.ત્યારબાદ તબક્કાવાર દેશના મુંબઈ,ચેન્નઈ,કોલકતા સહિતના મહાનગર સાથે સમગ્ર દેશભરમાં શરૂ કરાશે.આ સિવાય પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ)ની મદદથી વાહનચાલકો પેટ્રોલ-ડીઝલ તથા સીએનજી પણ ભરાવી શકશે.આમ ફાસ્ટેગ અંતર્ગત પાર્કિંગ ચાર્જ ચુકવવા માટે હૈદ્રાબાદ તેમજ બેંગ્લોર એરપોર્ટ પર પાયલોટ પ્રોજેકટ શરૂ કરી દેવામાં આવ્યો છે.