ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ૮૭ વર્ષના ગાળામાં પ્રથમ વખત દેશની ટોચની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન નહીં થાય.જોકે બોર્ડે એવું પણ જણાવ્યું હતું કે ઘણા સ્ટેટ એસોસિયેશન વિજય હજારે ટ્રોફીનું આયોજન કરવાની ઇચ્છા ધરાવતા હોવાના કારણે આ ટ્રોફીનું ટૂંકસમયમાં આયોજન કરાશે.આ ઉપરાંત બીસીસીઆઇ પ્રથમ વખત અંડર-૧૯ નેશનલ વન-ડે ટૂર્નામેન્ટ વીનુ માંકડ તથા વિમેન્સ નેશનલ વન-ડે ટૂર્નામેન્ટનું આયોજન કરશે.આમ બોર્ડના સેક્રેટરી જય શાહે દેશના સ્ટેટ એસોસિયેશન્સને પત્ર લખીને આ બાબતની જાણકારી આપી હતી.
બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલી તથા સેક્રેટરી જય શાહે રણજી ટ્રોફીનું આયોજન કરવા માગતા હતા કારણ કે તેમાં ખેલાડીઓમાં મહત્તમ મેચ ફી મળતી હોય છે.પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે બે તબક્કામાં તેના આયોજન માટે બે મહિના સુધી બાયો-બબલમાં રહેવું શક્ય નથી.શાહે જણાવ્યું હતું કે સિનિયર વિમેન્સ વન-ડે ટૂર્નામેન્ટ,વિજય હજારે ટ્રોફી તથા અંડર-૧૯ વીનુ માંકડ ટ્રોફીનું આયોજન કરી રહ્યા છીએ.વર્ષ ૨૦૨૦-૨૧ની ડોમેસ્ટિક સિઝન અંગે મળેલી પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.આમ કોરોનાના કારણે ઘણોસમય વેડફાઈ ગયો છે અને સુરક્ષાત્મક ઉપાયોને ધ્યાનમાં રાખીને ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરવું અત્યંત મુશ્કેલ હતું.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved