લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમા ત્રીજા તબકકાનું મતદાન શરૂ થયું

આજે પશ્ચિમ બંગાળમાં 31 બેઠકો માટે તામીલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો પર આસામમાં આખરી તબકકાની 40 બેઠકો તેમજ કેરલમાં તમામ 140 અને પોંડીચેરીની તમામ 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.આમ પ.બંગાળની કુલ 294 બેઠકોમાંથી હજુ બાકી રહેલી બેઠકોમાં પાંચ તબકકામાં મતદાન થશે અને તમામ પાંચ રાજયોની મતગણતરી આગામી 2જી મેના રોજ યોજાશે.જેમાં તામીલનાડુમાં શાસક અન્ના ડી.એમ.કે અને વિપક્ષ ડી.એમ.કે વચ્ચે જંગ છે.કેરલમાં એલ.ડી.એફ અને યુ.ડી.એફ વચ્ચે સીધી ટકકર છે.જેમાં પ્રથમ વખત ભાજપ રાજયની 140માંથી મોટાભાગની બેઠકો પર લડી રહ્યું છે.ભાજપે આ ચૂંટણીમાં પ્રથમ વખત ભારે પ્રચાર કર્યો છે અને મેટ્રોમેન તરીકે જાણીતા ઈ.શ્રીધરનને આગળ કરીને પ્રથમ વખત આ રાજયમાં તેની મહત્વપૂર્ણ હાજરી દર્શાવી છે.