લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ફ્લિપકાર્ટની અદાણી ગ્રુપ સાથે ભાગીદારી થતાં 2500 લોકોને રોજગાર મળશે

દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે દેશની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવ્યો છે.ત્યારે હવે ફ્લિપકાર્ટ અને અદાણી ગ્રુપ દેશમાં એકસાથે લોજિસ્ટિક મોરચા પર કામ કરશે.આમ બંને કંપનીઓ વચ્ચે ભાગીદારીથી 2,500 જેટલા લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.જેમાં અદાણી લોજિસ્ટિક ફ્લિપકાર્ટ માટે 5,34,000 સ્ક્વેર ફૂટનું સેન્ટર બનાવશે.જેનાથી મુંબઈમાં હજારોની સંખ્યામાં રોજગાર ઉભા થશે.આમ ફ્લિપકાર્ટના કહેવા મુજબ અદાણી ગ્રુપ તેમના માટે ચેન્નઈ અને મુંબઈમાં સેન્ટર બનાવશે.જેના થકી ફ્લિપકાર્ટની ડિલીવરી સિસ્ટમ મજબૂત બનશે.જે સેન્ટર વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઓપરેશનલ થઈ શકે છે.