લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ફૂટબોલ વિશ્વકપના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જર્મનીએ વિજયી પ્રારંભ કર્યો

વિશ્વકપ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભૂતપૂર્વ ચેમ્પિયનો જર્મની,ઇટાલી અને ઇંગ્લેન્ડે વિજયી પ્રારંભ કર્યો હતો,જ્યારે સ્પેનની મેચ ડ્રો થઈ હતી.આમ ચાર વખતની ચેમ્પિયન રહેલી જર્મનીએ આઇસલેન્ડને ૩-૦થી સરળતાથી હરાવ્યું હતું.જેમાં લીઓન ગોરેત્ઝા,હાર્વેટ્ઝ અને ગુંડગોનના ગોલની મદદથી જર્મનીએ વિજય મેળવ્યો હતો.જ્યારે અન્ય મેચમાં ઇંગ્લેન્ડે સાન મારિનોને ૫-૦થી કચડી નાખ્યું હતું.જેમાં ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ વોર્ડે પ્રથમ ગોલ સાથે ખાતુ ખોલ્યા પછી ગોલોનો વરસાદ વરસ્યો હતો.જેમાં કેલ્વર્ટ લ્યુવિને 2 ગોલ અને રહીમ સ્ટર્લિંગે 3 ગોલ કર્યા હતા.જ્યારે ઇટલીએ ગ્રૂપ સીમાં નોર્ધર્ન આયરલેન્ડ પર ૨-૦થી વિજય મેળવ્યો હતો.જેમાં ડોમેનિકો બેરાર્ડી અને સિરો ઇમમોબાઇલ દ્વારા 2 -2 ગોલ કરવામાં આવ્યા હતા.

આમ સ્પેન માટે ક્વોલિફાઇંગ રાઉન્ડનો પ્રારંભ નિરાશાજનક રહ્યો હતો.જેમાં સ્પેનની ગ્રીસ સામેની મેચ ૧-૧થી ડ્રો થઈ હતી.જેમાં સ્પેને ૩૨મી મિનિટે ગોલ કર્યો ત્યારે લાગતું હતું કે તે મેચ જીતી જશે,પરંતુ ગ્રીસે તેવું થવા દીધું ન હતું.જેમાં ગ્રીસ તરફથી અનાસ્તાસિયોસ બેકાસેતાસે ગોલ કરીને સ્પેનને સ્તબ્ધ કરી દીધુ હતુ અને મેચ ડ્રો કરી હતી.જ્યારે બુડાપેસ્ટમાં રમાયેલી મેચમાં રોબર્ટો લેવન્ડોસ્કીએ ૮૩મી મિનિટે કરેલા ગોલના કારણે હંગેરી અને પોલેન્ડ વચ્ચેની મેચ ૩-૩થી ડ્રો ગઈ હતી.