લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝી લાંચ કેસમાં દોષી જાહેર થતાં ત્રણ વર્ષની સજા કરાઇ

ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીને પેરિસની કોર્ટે લાંચ-રૂશ્વત તેમજ પેડલિંગપ્ર પ્રભાવ પાડવાના કેસમાં દોષીત ઠેરવતા કોર્ટે તેમને એક વર્ષની જેલ અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારી છે.આમ તેમની સાથે તેમના ભૂતપૂર્વ વકીલ અને પૂર્વ મેજિસ્ટ્રેટને પણ દોષિત ઠેરવીને તેમના જેટલી જ સજા કરવામાં આવી છે.આમ આ સાથે આધુનિક ફ્રાન્સના ઇતિહાસમાં પ્રથમવાર ભૂતપૂર્વ પ્રમુખને જેલની સજા ફટકારવામાં આવી હોય તેવી ઘટના નોધાવા પામી છે.
આમ સરકોઝી વર્ષ 2007 થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યરત હતા.આમ તેઓ 10 દિવસના ગાળામાં આ ચૂકાદાની સામે અપીલ કરી શકશે.