લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ફ્રાન્સ ભારતને ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર તેમજ વેન્ટિલેટર આપશે

વર્તમાન સમયમાં ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.જ્યાં દરરોજ 3 લાખથી વધુ નવા કેસો આવી રહ્યા છે.ત્યારે ચીન,સાઉદી અરેબિયા,અમેરિકા સહિતના દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે.ત્યારે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.જેમાં ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની લડાઇમાં ભારતને જલદી રાહત પહોંચાડવા માટે મદદ કરશે.આમ ફ્રાન્સ ભારતને 8 ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર આપશે.આ ઉપરાંત 2000 દર્દી માટે 5 દિવસનો લિક્વિડ ઓક્સિજન પણ મોકલશે.આ સાથે ફ્રાન્સ 28 વેન્ટિલેટર અને આઇ.સી.યુના સાધનો પણ ભારતને આપશે.

આમ ભારતને જે 8 ઓક્સિજન જનરેટર મોકલવામાં આવશે એને ફ્રાન્સની એસ.એમ.ઇ દ્વારા બનાવવામાં આવેલો છે.આમ આગામી 10 વર્ષ સુધી હોસ્પિટલો સ્વયં આ જનરેટરની મદદથી જાતે ઓક્સિજનનું ઉત્પાદન કરી શકશે.આ જનરેટર હવામાંથી મેડિકલ ઓક્સિજન બનાવી શકે છે તેમજ દરેક જનરેટર હોસ્પિટલનાં 250 બેડ પર સતત ઓક્સિજન સપ્લાઇ કરી શકે છે.

આ ઓક્સિજન જનરેટરની મદદથી ઓક્સિજન-સિલિન્ડર,લિક્વિડ ઓક્સિજન કન્ટેનર પણ ભરી શકાય છે.આમ પ્રથમ શિપમેન્ટમાં 5 જનરેટર મોકલવામાં આવશે.જે દરરોજ 10 હજાર દર્દીને ઓક્સિજન પૂરો પાડવામાં મદદ કરી શકે છે આમ આ સાથે જ વિશેષ મેડિકલ ઉપકરણો,28 વેન્ટિલેટર અને 200 ઇલેક્ટ્રિક સિરિંજ પમ્પ મોકલવામાં આવશે.ફ્રાન્સ સિવાય ભારતની મદદ કરવા માટે અમેરિકા,સાઉદી અરેબિયા,ચીન,ઈરાન,રશિયા,બ્રિટન સહિતના દેશોનો સમાવેશ થાય છે.