લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / જર્મનીમા વર્કફ્રોમ હોમ વધતા ઘરફોડ ચોરીમાં ઘટાડો થયો

કોરોના મહામારી પછી વર્કફ્રોમ હોમનું પ્રમાણ ઉભું થયું છે.જેમાં લોકો કોરોના સંક્રમણથી બચવા અને બચાવવા માટે આજના ડિજીટલ સમયમાં ઘરે રહીને નોકરી કરવા લાગ્યા છે.જેમાં યુરોપના જર્મનીની વાત કરવામાં આવે તો ત્યાં વર્કફ્રોમ વધવાથી ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થયો છે.આમ બંધ ઘરમાં લોક તોડીને ચોરી કરવી એ સહેલું કામ છે,પરંતુ ઘરના સભ્યોની હાજરીમાં આ તક ઓછી મળી રહી છે.

ઇસ.1998થી જર્મનીમાં ચોરી અને વીમા સાથે સંકળાયેલા ડેટા એકત્ર કરવામાં આવે છે.આમ કોરોના વાયરસના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા મજબૂત થવાના કારણે ચોરીની ઘટનાઓમાં ક્રમશ ઘટાડો થઇ રહયો હતો.પરંતુ કોરોના વાયરસના આગમનથી લોકો પોતાનું કામ વર્કફ્રોમ હોમથી કરતાં હોય છે.જેના કારણે તેમાં વધુ ઘટાડો થયો છે.આ સિવાય ઘરફોડ ચોરી કરનારા ચોર કોરોના મહામારીથી પરેશાન થતાં જોવા મળી રહયા છે.