લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગો એર આગામી 28 માર્ચથી મુંબઇ સહિત નવી સાત ફ્લાઇટ શરૂ કરશે

ગો એર દેશના અલગ-અલગ 5 શહેરો માટે સુરતથી 7 ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે.જેમાં ગો એર દ્વારા આગામી 28મી માર્ચથી આ તમામ ફ્લાઇટ શરૂ કરી દેવામાં આવશે.જે નવી 7 ફ્લાઇટમાં દિલ્લી,હૈદરાબાદ,મુંબઈ,બેંગ્લુરુ અને કોલકાતા માટે શરૂ કરી દેવામાં આવતા સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર દોઢ લાખ થઇ જાય એવી શક્યતા છે.આમ નવી ફ્લાઇટ શરૂ થઇ જતા રોજ 46 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર અવરજવર કરતી થઇ જશે.જોકે તમામ ફ્લાઇટનું ભાડું રૂ.4000થી વધુ રહેશે.