લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગોવાની હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીથી 13 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે ઓક્સિજનની તંગીનું સંકટ વર્તાઈ રહ્યું છે.ત્યારે ગોવા ખાતે આવેલી ગોવા મેડિકલ કોલેજમાં ફરી એકવખત ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓના મોત થયા છે.જેમાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોડી રાતે 2:00 વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધીમાં 13 લોકોના મોત થયા છે.આમ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા પણ ઓક્સિજનની તંગીના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.ત્યારે ગોવા સરકારે મેડિકલ કોલેજમાં ઓક્સિજન સપ્લાય મુદ્દે કમિટીની રચના કરી છે.જે હોસ્પિટલને મળતા ઓક્સિજન સપ્લાય પર નજર રાખશે અને આગામી 3 દિવસમાં તેમનો રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.