લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ગોલ્ફના સુપરસ્ટાર ટાઈગર વૂડ્સ કાર અકસ્માતમાં ઘાયલ, એરબેગથી જીવ બચ્યો

ગોલ્ફના ખેલાડી ટાઈગર વૂડસ અમેરિકાના લોસ એન્જિલ્સમાં થયેલા એક કાર અકસ્માતમાં ઘાયલ થયા છે.આમ અકસ્માત બાદ વૂડ્સને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.જેમાં તેમના પગમાં ઈજા થઈ છે.ત્યારે કારની એરબેગના કારણે વૂડસનો જીવ બચી ગયો હોવાનુ કહેવાય છે.આમ અમેરિકાના લોસ એન્જિલ્સમાં ભારતીય સમય પ્રમાણે મંગળવારે સવારે 7 વાગ્યે ટાઈગર વૂડ્સની કાર દુર્ઘટનાનો શિકાર બની હતી.જેમાં ઘાયલ થતાં તેમના પગ પર સર્જરી કરવામાં આવી છે.આમ તેઓ પોતે કાર ચલાવી રહ્યા હતા જ્યારે કારમાં તેમની સાથે બીજુ કોઈ નહોતુ.આમ અક્સમાત થયો ત્યારે કારની સ્પીડ ઘણી વધુ હોવાનુ મનાઈ રહ્યુ છે.આ દરમિયાન કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.

આમ ટાઈગર વૂડસ દુનિયાના સૌથી મોંઘા અને ધનિક ગોલ્ફ ખેલાડીઓમાના એક છે.ગોલ્ફની રમતમાં તેઓ પહેલા વિશ્વ નંબર વન રહી ચુક્યા છે.