લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સોનામાં તેજી જોવા મળી છેલ્લા બે દિવસમાં સોનામાં રૂા.1000 વધી ગયા

સોના-ચાંદીમાં એકાદ સપ્તાહ મંદીનો માહોલ રહ્યા બાદ ફરી તેજીની ચમક આવી ગઈ છે.ત્યારે સોનામાં છેલ્લા બે જ દિવસમાં રૂા.1000 વધી ગયા છે.આમ મોટી વધઘટથી ખરીદનારા ઝવેરીઓ પણ સ્તબ્ધ છે.આમ રાજકોટમાં સોનું 10 ગ્રામે 67,000 થયુ હતું.જેમાં બે દિવસમાં રૂ.1000 નો ઉછાળો નોંધાયો છે.જેમાં વિશ્વ બજારની તેજીની સીધી અસર જોવા મળે છે.જે 1700 ડોલરની નીચે સરકી ગયેલો આંતરરાષ્ટ્રીય ભાવ ફરી 1735 ડોલરે પહોંચ્યો હતો,જ્યારે ચાંદીનાં 24.97 ડોલર હતા.આમ ઘરઆંગણે ચાંદી રૂ.66,200 હતી.આમ ઝવેરીઓએ કહ્યુ કે કોરોનાકાળ ઉપરાંત કરન્સી માર્કેટની વધઘટ તેમજ અમેરીકી બોન્ડ માર્કેટની મુવમેન્ટ જેવા કારણોના પ્રભાવ પડી રહ્યા છે.