લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / Google Pay, Paytm અને PhonePeથી કંટાળ્યા છો તો ચિંતા કરતા નહીં, ભારતમાં આવી રહ્યુ છે નવુ પેમેન્ટ એપ

જો આપ હાલના પેમેન્ટ એપ્સથી ખુશ નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય બજારમાં ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે એક નવું એપ લોન્ચ થવા જઈ રહ્યુ છે. કંપનીએ ભારતીય ઓનલાઈન પેમેન્ટ માર્કેટમાં ઘૂસવાની તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચીની મોબાઈલ નિર્માતા કંપનીએ OnePlus ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં એક પેમેન્ટ એપ લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કંપનીએ ડિજીટલ પેમેન્ટ બજારમાં ઘૂસવાની તૈયારી કરી લીધી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં એક નવા પેમેન્ટ એપને લોન્ચ કરતા પહેલા OnePlusના એક ખાસ ટ્રેડમાર્ક ફીચરની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. કંપનીએ તેને ઓપરેટીંગ સિસ્ટમ OxygenOS માં આ નવા ફિચર માટે અરજી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર OnePlus ને નવો ટ્રેડ માર્ક મળ્યો છે.

કહેવાય છે કે, આ નવા એપનું નામ OnePlus Pay હશે. આ પેમેન્ટ એપ હાલના બજારમાં રહેલા Google Pay, Paytm, PhonePe અને WhatsApp Payment જેવી દિગ્ગજ એપને ટક્કર આપશે.

જાણકારોનું કહેવુ છે કે, OnePlusનું નવે એપ આ મહિનામાં શરૂ થઈ જશે. જો કે, કંપનીએ હજૂ તેના પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.

અહીં ઉલ્લેખનીય છે કે, ચીની મોબાઈલ નિર્માતા કંપની OnePlus ભારતમાં લગભગ તમામ પ્રકારના સેગમેંટ ઉતારવાની કોશિશ કરી રહ્યુ છે. શરૂઆતી વર્ષોમાં કંપનીએ ભારતમાં સ્માર્ટફોન્સ ઉતાર્યા હતાં. ત્યારે હવે આ કંપની સ્માર્ટ ટીવી અને સ્માર્ટ વોચ સેગમેંટ પણ ઉતારી ચુકી છે.