લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / સરકારની ટેક્સ ઘટાડવા વિચારણા,પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની શક્યતા

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.જેનો સીધો બોજો લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે.ત્યારે સતત વધી રહેલા ભાવવધારાને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે કેન્દ્ર સરકાર લોકોને થોડી રાહત આપી શકે છે.જેમાં સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા અંગે વિચારણા કરી રહી છે.આમ વર્તમાન સમયમાં દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આકાશ આંબી રહી છે.જેમાં કાચા તેલની કિંમતો છેલ્લા ૧૦ મહિનામાં બમણી થઇ ગઇ છે.જેના કારણે ભારતમાં તેલની કિંમતો પર અસર પડી છે.ત્યારે દેશમાં ટેક્સ અને ડ્યૂટીને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ રિટેલમાં ૬૦ ટકા સુધી વધી જાય છે.આમ કોરોના મહામારીના કારણે અર્થતંત્ર પર અસર પડી છે.જેના કારણે છેલ્લા ૧૨ મહિનામાં કેન્દ્ર સરકારે બે વાર ટેક્સમાં વધારો કર્યો છે.ત્યારે નાણાં મંત્રાલય તેલની કિંમતો પર ટેક્સ ઘટાડવા વિચારણા કરી રહ્યું છે.