લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ખુશખબર- GST કલેક્શન એક લાખ કરોડને પાર,2017 પછી સૌથી વધુ મોદી સરકારને થઈ આવક

કોરોના સંકટકાળ વચ્ચે પણ સરકારની ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) પેટેની વેરાકીય આવક સતત વધી રહી છે અને માર્ચમાં ફરી એકવાર રેકોર્ડ વસૂલાત થઇ છે.આજે ગુરુવારે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ 2021માં 1,23,902 લાખ કરોડ રૂપિયાનું GST ક્લેક્શન નોંધાયું છે જે જુલાઇ-2017થી ભારતમાં લાગુ કરાયેલી નવી કરપ્રણાલી પછીનું સૌથી વધુ માસિક GST ક્લેક્શન છે.

આ સાથે સતત છઠ્ઠા મહિને GST ક્લેક્શન એક લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યું છે ઉપરાંત વાર્ષિક તુલનાએ માર્ચ 2021માં GST ક્લેક્શનમાં 27 ટકાનો વધારો નોંધાયો છે. નાણાં મંત્રાલયે જણાવ્યુ કે, GST, આવકવેરા અને કમસ્ટ ડ્યૂટી ઇન્કમટેક્સ સિસ્ટમ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી મળતા આંકડાઓનો ઉપયોગ કરીને બોગસ-બિલિંગ પર બાજ નજર રાખવામાં આવી છે અને તેનાથી GST ક્લેકશનમાં સતત વધારો થઇ રહ્યો છે.

માર્ચ 2021માં સરકારને GST હેઠળ 1,23,902 કરોડ રૂપિયાની વસૂલાત થઇ છે,જેમાં સેન્ટ્રલ GSTના 22,973 કરોડ રૂપિયા, સ્ટેટ GSTના 29,329 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ GSTના 62,842 કરોડ રૂપિયા (વસ્તુઓની આયાતથી મળશે 31,097 કરોડ રૂપિયા સહિત અને સેશના 8,757 કરોડ રૂપિયા(ચીજવસ્તુઓની આયાત પર પ્રાપ્ત થયેલ 935 કરોડ રૂપિયા સહિત)શામેલ છે.નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે,માર્ચ 2021નું દરમિયાન જીએસટી ક્લેક્શન,દેશમાં નવી કરપ્રણાલી GSTની શરૂઆત પછી સૌથી વધારે અને સતત છઠ્ઠા મહિને 1 લાખ કરોડથી વધારે GST ક્લેક્શન દર્શાવે છે.ફેબ્રુઆરી 2021માં GST ક્લેક્શન 1.13 લાખ કરોડ રૂપિયા, જાન્યુઆરીમાં 1,19,875 કરોડ રૂપિયા નોંધાયું હતું.