લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહનું 86 વર્ષની વયે નિધન થયું

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અંશુમન સિંહનું નિધન થયું છે.પ્રયાગરાજમાં 85 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગુજરાતમાં તેઓ વર્ષ 1998-99માં રાજ્યપાલ તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે.અંશુમનસિંહ ગુજરાત સિવાય રાજસ્થાનના પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના નિધનથી રાજકીય ક્ષેત્ર અને તેમના શુભચિંતકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ રહેતી હતી.આજે તેમણે અંતિમ શ્વાસ લેતાં રાજ્યપાલ કલરાજ મિશ્ર અને મુખ્યમંત્રી અશોક ગહલોતે પૂર્વ રાજ્યપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.અંશુમાન સિંહે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે 16 જાન્યુઆરી 1999ના રોજ પદભાર ગ્રહણ કર્યો હતો.બીજીબાજુ પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહના નિધન પર આજે રાજસ્થાનમાં એક દિવસીય શોક જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે આજે સરકારી કાર્યાલયોમાં એક દિવસ રાજકીય શોકના કારણે રજા રાખવામાં આવી હતી.તેમજ મહિલા દિવસ નિમિત્તના સરકારી કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા.

અંશુમાન સિંહનો જન્મ 7 જુલાઈ 1935માં ઈલાહાબાદમાં થયો હતો.જેઓ વર્ષ 1957માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા હતા. ઈ.સ 1957માં 22 વર્ષની ઉંમરે જિલ્લા ન્યાયાલય અલાહાબાદમાં વકીલાત શરૂ કરી હતી.ત્યારે ઈ.સ 1968માં અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલય સાથે જોડાયા બાદ ઈ.સ 1976માં અલાહાબાદ હાઈકોર્ટના સરકારી વકીલ નિયુક્ત કરવામાં આવ્યા.ઈ.સ 1984માં તેઓ હાઈકોર્ટના જજ નિયુક્ત થયા.ઈ.સ 1996માં જજના પદ પરથી સેવાનિવૃત્ત થયા.ઈ.સ 1994 થી 1997 સુધી તેઓ ચાર વખત કાર્યવાહક રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો.આમ 7 એપ્રિલ 1998માં રાજસ્થાન રાજ્ય વિધિક સેવા અધિકરણના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા.17 એપ્રિલ 1998ના રોજ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત થયા જે 13 મે 2003 સુધી કાર્યરત રહ્યા હતા.