લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગુજરાતની ગીર ગાયો વારાણસી પહોંચી,ગીર ગાયના આગમનના પગલે વારાણસીના ગોપાલકોમાં ખુશીનો માહોલ

ગુજરાતથી ગીર ગાયની પ્રથમ ખેપ વારાણસી પહોંચી ચુકી છે ત્યારે ગીર ગાયના આગમનથી વારાણસીના ગોપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આમ આ ગાયોના દૂધથી સૌપહેલા કાશી વિશ્વનાથ મહાદેવ પર અભિષેક કરવામાં આવ્યો હતો.આમ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પના ભાગરૂપે ગુજરાતની બનાસડેરી દ્વારા બનારસ જિલ્લાના વિવિધ ગામડાના 120 જેટલા ખેડૂતોને એક સપ્તાહનુ કોચિંગ આપવામાં આવ્યુ છે.

આમ ગીર ગાય દિવસમાં 15 થી 20 લિટર દૂધ આપે છે અને ખેડૂતો માટે તે ફાયદાકારક હોય છે.આ દૂધમાં પૌષ્ટિક તત્વો પણ હોવાથી આ દૂધની સારી એવી માંગ હોય છે.