કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખાની તર્જ પર કચ્છનો એક પર્યટક સ્થળ તરીકે થઇ રહેલો વિકાસ દેશના અન્ય પ્રદેશો માટે પ્રેરણારૂપ છે.ત્યારે ખાસ કરીને રણોત્સવ પરથી દેશના અનેક પ્રદેશો પ્રેરણા લઇ રહ્યા છે. હવે તેમાં વધુ એક નામ મોક્ષનગરી કાશીનું ઉમેરાયું છે.જેમાં કચ્છના રણોત્સવની તર્જ પર હવે ગંગા કિનારે કાશી મહોત્સવનું આયોજન કરવાની તૈયારી હાથ ધરી છે.
આમ કચ્છનુ સફેદ રણ લાખો પર્યટકને આકર્ષી શકે છે તે વાત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાણતા હતા.તેથી તેઓએ વર્ષ 2007માં રણોત્સવની શરૂઆત કરી હતી.જેમાં પ્રથમ લોરીયા અને હોડકોમાં આયોજન કરાયું હતું.જોકે ત્યારબાદ ધોરડોમાં ટેન્ટ સીટી ઊભી કરવામાં આવી હતી.ત્યારથી દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે.જેમાં દેશ-વિદેશથી લાખો પર્યટકો ધોરડોના સફેદ રણને જોવા આવે છે. આમ કચ્છના રણોત્સવને જોઇને દેશના અનેક રાજ્યો પોતાના વિસ્તારોમાં ટેન્ટ સિટી ઊભી કરી પર્યટકોને આમંત્રણ આપી રહ્યા છે.જેમાં ગત વર્ષે જ ઓરિસ્સાના પૂરી અને કોનાર્ક ખાતે ટેન્ટ સિટીનું આયોજન કર્યું હતું.
આમ હવે ભગવાન શિવની નગરી કાશીમાં પણ કચ્છના રણોત્સવમાંથી પ્રેરણા લઇને કાશી મહોત્સવનું આયોજન કરાયું છે.જેમાં ગંગા નદીની બીજીબાજુ ટેન્ટ સિટી બનાવવાની સાથે સ્થાનિક કલાકારોને પણ રોજગારી આપવાનું આયોજન છે તેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved