ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની સીટો માટે જાહેર કરેલા બંને ઉમેદવારો આવતીકાલે બપોરે 12:39ના વિજયમૂહર્તમાં નામાંકનપત્ર ભરશે.આમ રાજ્યસભાની બેઠકો માટે પસંદ થયેલા રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ પ્રજાપતિ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.ત્યારે આ બંને નેતાઓ આવતીકાલે ભાજપના પરંપરાગત વિજય મૂહર્તમાં નામાંકનપત્રક ભરવાની વિધિ સંપન્ન કરશે.
રાજસભાની ખાલી પડેલી બેઠકો આગામી 1 માર્ચે સવારે 9 થી 4 વાગ્યા સુધી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.જોકે બંને બેઠકોનું મતદાન પણ અલગ-અલગ થશે.જ્યારે સાંજે 5:00 કલાકે મતગણતરી યોજાશે.ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરેલા રામભાઈ મોકરીયા ભાજપના ખૂબ જૂના કાર્યકર્તા છે.જ્યારે દિનેશ પ્રજાપતિ ડીસા ભાજપના અગ્રણી નેતાની હરોળમાં તેમજ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા રહ્યા છે.
આમ ભાજપ નેતા નીતિન ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી બે બેઠકોના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved