ગુજરાતભરમાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે,તેવા સમયમાં ફરીએકવાર રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં ફરીએકવાર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આમ કચ્છમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે.જેના કારણે કાતિલ ઠંડીનું મોજું રાજ્યભરમાં ફરી વળશે.આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે.4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે,જેથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચે જશે.કચ્છમાં 4 અને 5 ફેબ્રુઆરીના રોજ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે.ત્યારે નલિયામાં 5.8 ડિગ્રી,અમદાવાદમાં 9.5 ડિગ્રી,ગાંધીનગરમાં 7 ડિગ્રી, માઉન્ટ આબુમાં માઇનસ 2 ડિગ્રી તાપમાન છે.
આમ આ સિવાય દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી અને દિલ્હી,ઉત્તર ભારતમાં વરસાદ થઇ શકે છે.ત્યારે હવે ફેબ્રુઆરીમાં પણ વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે.
રાજસ્થાનના પ્રવાસન સ્થાન માઉન્ટઆબુ ખાતે તાપમાનનો પારો સતત ઠારબિંદુથી નીચે રહેતા માઇનસ ૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આમ આગામી 4-5 ફેબ્રુઆરીના રોજ જયપુર,ભરતપુર,બિકાનેરના વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.લેહમાં તાપમાન માઇનસ 28 ડિગ્રી નોંધાયું છે નદીનાળા થીજી ગયાં છે.તેવામાં લોકો થીજી ગયેલી જસ્કાર નદી પર ચાલવાનો અને ટ્રેકિંગ કરવાનો આનંદ લઇ રહ્યા છે તેમજ સ્થાનિક બાળકો આઇસ સ્કેટિંગ અને આઇસ હોકીની રમત રમતા જોવા મળે છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved