લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગુજરાત કેડરના આઇ.એ.એસ રાજેન્દ્ર કુમારની વિશ્વ બેંકમાં નિમણૂક થઈ,પી.એમ.ઓમાં ડિરેક્ટર રહ્યા

વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચૂકેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ અધિકારી ડો.રાજેન્દ્રકુમાર હવે વિશ્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર તરીકે નિયુક્ત થયા છે.આમ ઇ.સ 2004 બેચના આઇ.એ.એસ અધિકારી રાજેન્દ્રકુમારની ત્રણ વર્ષ માટે આ પદ ઉપર નિમણૂંક થઇ છે.આમ તેઓએ અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે.ત્યારે વર્તમાન સમયમાં તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે.તેમના પૂર્વે ગુજરાત કેડરના એસ.અપર્ણા પણ આ પદ પર ત્રણ વર્ષ ફરજ બજાવી ચૂક્યાં છે.ત્યારે હાલ તેઓ ભારત સરકારના રસાયણ અને ફાર્માસ્યુટિકલ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલમાં સચિવ તરીકે કાર્યરત છે.